જામનગર તા.૦૬ નવેમ્બર, ''સ્વચ્છ ભારત અભિયાન'' અન્વયે જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી પરિવારના સભ્યશ્રીઓ દ્વારા કચેરીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં હાલમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ અને જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, કચેરીમાં સફાઇ થાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને કચેરીમાં આ પ્રકારે સ્વચ્છતા માટે નિયમિતતા રહે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ ઉત્સાહભેર જોડાયા હતા.