જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં એસ.ટી. ડેપો રોડ પરથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુંબઈના બુકીને ફરારી જાહેર કરાયો છે.

જામનગરમાં હાથી કોલોનીમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ નામના ૬૩ વર્ષના વેપારી કે જે બુધવારે એસટી ડેપો રોડ પર પોતાના મોબાઈલ ફોનની એપ્લિકેશન મારફતે વર્લ્ડકપમાં રમાઈ રહેલી ઇંગ્લેન્ડ નેધરલેન્ડની ક્રિકેટ મેચ વચ્ચે લાઇવ સ્કોર નિહાળી હારજીતનો સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જેની અટકાયત કરી લઇ, તેની પાસેથી ૩,૭૫૦ની રોકડ રકમ, મોબાઈલ ફોન, અને સ્કૂટર સહિતની સામગ્રી કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે મુંબઈના વિકાસ નામના બુકી સાથે ક્રિકેટરની કપાત કરતા હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.