કલ્યાણપુર તાલુકામાં રહેતી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં થોડા સમય પૂર્વે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ મકવાણા નામના 24 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. જેમાં પોલીસે તેની અટકાયત કરી જેલ હવાલે કર્યા બાદ થોડા સમય પૂર્વે તે જામીન ઉપર છૂટ્યો હતો.

      ત્યારબાદ ઉપરોક્ત શખ્સ સામે દ્વારકાની સેશન્સ કોર્ટ દ્વારા સવાર-નવાર પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ તે શખ્સ નાસી છૂટ્યો હતો. આ પ્રકરણમાં કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને રાજકોટમાં આજી ડેમ ચોકડી ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જે અંગેની આગળની કાર્યવાહી કલ્યાણપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.