દુકાન પર જ ઢળી પડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ: હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ  

જામનગર મોર્નિંગ - જામનગર 


છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે બાળકોથી માંડીને યુવાનો અને મોટી ઉંમરના લોકોના અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, જામનગરમાં પણ આવા બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે આજે જામનગરના જાણીતા જૈન વિજય ફરસાણ વારાના સુપુત્રનું દુકાન પર જ ઢળી પળ્યાં બાદ સારવાર કારગત નિવળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. જેમાં તેમના મોત પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ હ્ર્દય દ્રાવક ઘટનાની વિગત એવી છે કે, જામનગરના જાણીતા જૈન વિજય ફરસાણ વારા રસિકભાઈના સુપુત્ર સુમિત પઢીયાર (ઉ.વ. 29) ગઈકાલે તેમની જૈન વિજય શોપ પર હાજર હતા, ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા, અને દુકાન પર હાજર રહેલ સ્ટાફ દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સુમિત પઢીયાર નામના યુવાનના અચાનક મૃત્યુના સમાચારથી વેપારી આલમમાં શોક જોવા મળી રહ્યો છે.

ત્યારે સુમિત પઢીયારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોય તેમ માનવામાં આવી રહ્યું છે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા બાદ જાણવા મળશે.