ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા કનકસિંહ ભગુભા જાડેજા નામના 30 વર્ષના યુવાન થોડા દિવસ પૂર્વે એક ખાનગી કંપનીમાં પાઈપ શીફ્ટીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ગરમ વરાળના કારણે દાઝી જતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તારીખ 13 ઓક્ટોબરના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ દશરથસિંહ ભગુભા જાડેજા (ઉ.વ. 28) એ અહીંની પોલીસને કરી છે.