જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિકની ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ શું કામગીરી કરવાની રહે છે, તે અંગેની પણ લોકોને જાણકારી મળે તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને તેના પણ જાહેરમાં પોસ્ટરો લગાવાયા છે.
ટીઆરપીરના જવાનોને પોલીસની સહાયતામાં રહીને કાર્ય કરવાનું હોય છે. ટીઆરબી જવાનોનું કામ માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે, અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે. ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં તેઓ વાહન ચેકિંગ કરીને કે દસ્તાવેજ તપાસીને મેમો ફાડીને દંડ કરી શકતા નથી.
ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈપણ વ્યક્તિને તેમની સાથે મદદમાં રાખી શકતા નથી, તેમજ જો કોઈ ટીઆરબી જવાનની ગેર વર્તુણુંક જણાય તો શહેરની ટ્રાફિક શાખામાં તેની ફરિયાદ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જામનગર શહેરની જનતા સજાગ અને જાગૃત બને તેના સંદર્ભમાં ગુજરાત પોલીસ દ્વારા જન હિતમાં આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
0 Comments
Post a Comment