જામનગર મોર્નિંગ - જામનગર
ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એનસીસી ડાયરેકટરેટના એડિશનલ ડિરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના નિર્દેશન અનુસાર જામનગર એનસીસી ગ્રુપ અંતર્ગતની નેવી વીંગ દ્વારા પ નવેમ્બર ર૦ર૩ના રોજ નૌકાયન અભિયાનમનો પ્રારંભના થયો છે. ૧પ નવેમ્બર ર૦ર૩ સુધી ચાલનારા આ અભિયાનમાં ર૧૦ કિ.મી. વિસ્તાર આરવી લેવામાં આવશે.
આ અભિયાનનો પ્રારંભ ટપર ડેમ થી જામનગર એનસીસી ગ્રુપ ગ્રુપ કમાન્ડર કર્નલ એચ.કે. સિંઘે ફલેગ ઓફ થી કરાવ્યો હતો. આ સાહસિક અભિયાનમાં જામનગર ગ્રુપના ત્રણ અધિકારીઓ, બાર પરમેનન્ટ ઈન્સ્ટ્રકટર અને પંચોતેર નેવલ કેડેટ્સ સામેલ છે. જેમાં પાંત્રીસ ગર્લ્સ કેડેટ્સ છે.
કુલ ર૭ ફૂટ લાંબી ડ્રોપ કીલ વ્હેલર બોટ આ નૌકાયન નો હિસ્સો બની છે. સલામતીના ભાગરૂપે આ સમગ્ર અભિયાનમાં બોટમાં સુરક્ષા માટે દોરડાની વ્યવસ્થા, વિવિધ લાઈફ ગાર્ડ સંસાધનો, જેમીની મિકેનાઈઝડ બોટ ઉપરાંત, તમામ કેડેટ્સ દ્વારા લાઈફ જેકેટ્સ પહેરવામાં આવે છે.
આ ટીમ દ્વારા સામાજિક જાગૃતિ ના વિવિધ કાર્યક્રમો જેવા કે કેન્સર અંગે જાગૃતતા, દરિયાકિનારાની સફાઈ, સ્વચ્છ ભારત અભિયાન, ભારતીય નૌ સેનાની કામગીરી અને કારકિર્દી વિષયક માર્ગદર્શન, સ્વાસ્થ્ય જાળવણી સતર્કતા વગેરેનું પણ આયોજન કરવામાં આવશે. આ અભિયાન નેવલ કેડેટ્સને દરિયાઈ જીવસૃષ્ટિ થી પરિચિત થવા ની અનેરી તક આપશે. જીવનની રોજિંદી પરિસ્થિતિઓમાં સાહસ અને નેતૃત્વના ગુણોનું કેડેટ્સ ઉજાગર કરી શકે તે મુખ્ય ઉદ્દેશ આ નૌકાયન અભિયાનનો છે.
0 Comments
Post a Comment