જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. ગઈકાલે ત્રણ આસામીઓએ સ્થળ ઉપર જ વેરો ભર્યો હતો. તો ત્રણ મિલકતો સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાનો અનેક આસામીઓ પાસેથી કરોડો રૂપિયાનો મિલકત વેરો વસુલાત કરવાનો બાકી રહે છે. આથી આ બાકી વેરાની સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે વેરો ભરપાઈ નહીં કરનાર ત્રણ આસામીની મિલકત સીલ કરવામાં આવી હતી. જેમાં ભાનુશાલી ભરતકુમાર અને કમલેશકુમાર કે નાખવા (રૂ. ૨૩૩૪૯), સૂર્યા ડેવ ભાગીદારી પેઢી યુવરાજસિંહ જાડેજા (રૂ. ૫૧૦૪૧૬ ) અને લીલાવંતીબેન કરસનભાઈ રાયઠઠ્ઠા (રૂ. ૮૦૬૭૮)નો સમાવેશ થાય છે.
જ્યારે ત્રણ આસામીઓ દ્વારા સ્થળ ઉપર જ વેરો ભરપાઈ કર્યો હતો. જેમાં ગની ઇબ્રાહિમ (સ્ટાર પ્રો.) (રૂ. ૫૦૦૦), મસ્ત સાયકલ (રૂ. ૨૮૪૦૩), અને શેખ ઈકબાલભાઈ (રૂ.૫૦૦૦)નો સમાવેશ થાય છે.
0 Comments
Post a Comment