જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા તથા યુ.સી.ડી. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શહેરી અજીવિકા મિશનના સ્વ સહાય જૂથના બહેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટસની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમમાં શહેરી મંત્રાલય દ્વારા અમૃત ૦.૨ હેઠળ  રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના બહેનો વુમન ફોર વોટર વોટર ફોર વુમન કાર્યક્રમમાં સ્વ સહાય જૂથના તમામ બહેનોને ઘરમાં સ્વચ્છ સુરક્ષિત પીવાના પાણીની પ્રક્રિયા વિશેની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બહેનોને જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જ્ઞાનગંગા, ખીજડીયા અને પંપ હાઉસ ખાતેની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેઓને પાણીની ગુણવત્તા, પરીક્ષણ પ્રક્રિયા વિશે સંપૂર્ણ પણે વોટર વર્કસ શાખાના અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં સ્વ સહાય, જૂથ તથા સખી મંડળના બહેનોને કાર્યક્રમને લગત કીટ જામનગર મહાનગરપાલિકા દ્વારા બેગ, પાણીની બોટલ, ગ્લાસ સહિતની કીટ મોમેન્ટો સ્વરૂપે આપવામાં આવી હતી, તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ સખી મંડળના બહેનોને સીટી બસમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ, યુસીડી શાખાના પ્રોજેક્ટ ઓફિસર, કંટ્રોલિંગ અધિકારી જીગ્નેશ નિર્મલ, નોડલ ઓફિસર ગીતાબેન વસાવા,  તૃપ્તિબેન દાઉદીયા તેમજ તમામ મેનેજરો તથા સમાજ સંગઠકોએ જહેમત ઉઠાવી હતી.