- પૂજન-યજ્ઞ, વ્યાખ્યાન અને ઔષધ પ્રદર્શન-વિતરણના કાર્યક્રમો -
જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૩ : ધંત્રયોદશીના આયુર્વેદના પ્રણેતા ભગવાન ધનવંતરીના પ્રાકટ્ય દિવસ હોવાથી આ દિવસને દર વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમીત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા દ્વારકામાં આવેલા સરકારી આયુર્વેદ દવાખાનું ખાતે શુક્રવાર તારીખ ૧૦ ના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી ધન્વંતરિ ભગવાનનુ પૂજન-યજ્ઞ, આયુર્વેદ વિષયનું વ્યાપ સમજાવતા ‘વર્તમાન સમયમાં આયુર્વેદની ભૂમિકા’ વિષયે આયુર્વેદના નિષ્ણાંતો દ્વારા વ્યાખ્યાન, આયુર્વેદના ઔષધોની અસર અને ક્ષમતા દર્શાવતી પ્રદર્શની તેમજ ઘર આંગણા ઔષધોનું ઉછેર થાય તે હેતુથી ઔષધોનું વિતરણ કરવામાં આવશે.
આ તમામ કાર્યક્રમનો લાભ લેવા દેવભૂમિ જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ વિગત માટે મો.નં. ૯૭૨૨૭ ૨૫૬૫૪ અથવા ૮૨૬૪૯ ૯૬૧૫૨ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
0 Comments
Post a Comment