જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા હાલાર પંથકમાં પાવર ચોરી ઝડપી લેવા માટે સતત અને અવિરત વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે કરવામાં આવેલ ચેકીંગમાં રૂ.૩૮.૮૫ લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા આજે પણ પાવર ચોરી ઝડપી લેવા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે કુલ ૪૮ ટીમ દ્વારા જામનગર શહેરના નવાગામ, ઇન્દિરા સોસાયટી, પટણીવાડ, ગુલાબનગર, રામવાડી, બેડેશ્વર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ સહિતના વિસ્તારમાં આજે ૩૪૦ વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ૮૪ વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતા તેના આસામીઓને રૂપિયા ૩૮.૮૫ લાખના વીજબિલ આપવામાં આવ્યા હતા.