જામનગર મોર્નિંગ - ભાણવડ : મહેસાણા જીલ્લાના વાળીનાથ ખાતે રબારી સમાજ દ્વારા ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર સોમનાથ મંદિર પછીના બીજા નંબર પર આવે છે 22 ફેબ્રુઆરી 2024 ના રોજ વાળીનાથ મહાદેવના નવનિર્મિત ભવ્ય મંદિરમાં શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. જે મહોત્સવમાં લગભગ 20 થી 22 લાખ લોકો આવનાર હોય એ પ્રમાણેનું આયોજન ચાલી રહ્યું છે. નવનિર્મિત મંદિરમાં જે શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા કરવાની છે તે શિવલીંગ હિંદુ ધર્મના ચારધામ અને બાર જ્યોર્તિલીંગએ જળાભિષેક કરીને હવે અલગ અલગ શહેર અને જીલ્લામાં પરીભ્રમણ અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.


દેવભૂમિ દ્વારકા- જામનગર અને પોરબંદર રબારી સમાજ દ્વારા ભાણવડમાં વાળીનાથ મહાદેવની આ ભવ્ય શોભાયાત્રા આગામી તા.19/01/2024 શુક્રવારના રોજ આયોજન કરાયું છે.આ શોભાયાત્રા ત્રણપાટિયા થી રાણપર સુધી યોજાશે ત્રણપાટિયાથી બપોરે 2 વાગ્યે પ્રસ્થાન થઇ ભાણવડ શહેરના મુખ્ય રસ્તા પર નગરજનો દર્શન કરી શકે તે રીતે પરી ભ્રમણ કરી અને સાંજે 6 વાગ્યે રાણપર આ શોભાયાત્રારૂટ પૂર્ણ કરી ત્યાં ધર્મસભા સાથે શોભાયાત્રાનું સમાપન થશે આ શોભયાત્રામાં 200 ફોરવહીલ ને 300 થી વધારે મોટરસાઇકલ, 50 જેટલાં શણગારેલા ઉંટ દ્વારા ભવ્યરીતે સન્માન કરવામાં આવશે.