સફાઈ કર્મચારીઓને સેલેરી સ્લીપ આપવામાં આવતી ન હોવાથી લાલ સર્કલમાં વિરોધ દર્શાવાયો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન કરતા ૧૪૦ જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ ગાર્બેજ કલેક્શનના વાહનોના પૈડા થંભાવી દેવાયા છે.

જામનગર શહેરમાં ખાનગી કંપની દ્વારા સફાઈ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, અને પાવર લાઈન કંપની દ્વારા જુદા જુદા ૧૪૦ સફાઈ કર્મચારીઓને કામે રાખીને શહેરભર માંથી ગારબેજ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. જે તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સેલેરી સ્લીપ આપવાની માંગણી કરવામાં આવી છે, પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કર્યો ન હોવાથી તમામ ૧૪૦ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા, અને લાલ બંગલા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જયાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને કોન્ટ્રાક્ટર કંપની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા, અને ગાર્બેઝ કલેક્શનના તમામ વાહનના પૈડા થંભી ગયા હતા. જેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ સફાઈ કામદારો એ આપી છે.