પિતા-પુત્રના કરતોતો ની જો ગાંધીનગર સીઆઇડી સેલ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક બેંક વ્યવહારોનો ઘટસ્પોટ થાય તેવી શક્યતાઓ
જામનગરના પ્રખ્યાત જમીન માફીયા જમન શામજી ફળદુ તેના પુત્ર જસ્મીન જમન ફળદુ વિરુદ્ધમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં આધાર પુરાવા સાથે ફરિયાદ થતાં મહેસુલ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના અનેક પોપડા ઉખાડવાનો ભય સતાવી રહ્યો છે
જમન શામજી ફળદુ 2018થી 2023 સુધીમાં કરોડો રૂપિયાની બે નામી સંપત્તિની તપાસ પણ થનાર છે અને આ તપાસ દરમિયાન ઈડીના અધિકારીઓ પણ ઝંપલાવે તો નવાઈની વાત નથી
જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)
જામનગરમાં સરકારી જમીનો તેમજ નારીયલ ફળફૂલ વાવવા માટેની જમીનોની દેખભાળ કરવા માટે અને જમીન સાચવવા માટે વર્ષો પહેલા અનેક લોકોને આપવામાં આવેલ હતી પરંતુ તે લોકો પૈકીના અમુક કહેવાતા હાલના બિલ્ડરો દ્વારા એક બિલ્ડરે બીજા બિલ્ડરને નારીયેલી વાળી જમીન ગેરકાયદેસર રીતે ગુજરાત સરકાર તેમજ રેવન્યુ વિભાગ સાથે છેતરપિંડી કરીને વેચી મારવામાં આવેલ છે તેની જાણ જિલ્લા કલેકટરને હોવા છતાં જિલ્લા કલેકટર એક પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી જેની કાર્યવાહી માટે ગુજરાત સરકારને તેમજ સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાન નિર્દેશક શ્રી રાજકુમાર સાહેબને લેખિતમાં ફરિયાદ થતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને અવાજ જમીન માફી આવો જે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી ધાગધમકીઓ આપવી ગુંડા તત્વોને સાથે રાખીને અનેક લોકોને ફસાવવાની તજવીજો આદરવી તેમજ શરૂ સેક્શન રોડ ઉપર દિનેશભાઈના પરિવારની જમીન અને ભાઈઓ ભાગને વેરવિખેર કરી નાખો આવા કારનામાઓ આચારનાર અને અનેક ગુનેગારો સાથે ભાગીદારી ધરાવનાર વિરુદ્ધમાં સન સની ખેજ પુરાવા સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરને ફરિયાદ કરવામાં આવેલ છે.
જામનગરના કહેવાતા બિલ્ડર અને જમીન માફિયા ના નામથી ઓળખાતા જમન શામજી ફળદુ કે જેવો વિરુદ્ધમાં તારીખ 10 0 1 2024 ના રોજ સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરને વિગતવાર મુદ્દા વાઇસ ફરિયાદ કરવામાં આવેલ છે (1) મહામહિમ સન્માન્ય રાજ્યપાલશ્રી (2) મુખ્યમંત્રી શ્રી (3) મુખ્ય સચિવશ્રી (4) વિજિલન્સ કમિશનરશ્રી (5) એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી (6) મહેસુલ તપાસણી કમિશનરશ્રી અને સચિવશ્રી ને તમામ આધાર પુરાવા સાથે એટલે કે 18 પ્રકારના આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવેલ છે.
જામનગરના અનેક પ્રતિષ્ઠિત અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ આવા ભ્રષ્ટાચારથી ખદબદતા અમુક આવારા તત્વોથી નારાજગી વ્યક્ત કરનાર લોકોના મુખે એવું પણ ચર્ચા રહ્યું છે કે આવા જમીન માફિયા ને અમુક નેતાઓ કેમ ચંપી કરે છે તે વાત હજુ સુધી સમજાતી નથી અને હજુ પણ આ બિલ્ડરની ઓફિસે ચમચી કરવા માટે બે બે કલાક સુધી ઓફિસમાં પુરાઈને રહે છે અને ત્યારબાદ ઇનોવા કાર લઈને બહાર જઈને મીટીંગોનો દોર શરૂ કર્યો છે આ મીટીંગો એટલા માટે પણ કરવામાં આવેલ હોય કે અરજદાર ફરિયાદી રજૂઆત કરે છે તે ફરિયાદીને કઈ રીતે દબાવવા કઈ રીતે ધમકાવવા તેના પર પ્રયાસ ચાલી રહ્યા હોય તેવું ચર્ચા રહ્યું છે પરંતુ અરજદાર મજબૂત હોવાથી ત્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પોતાની મજબૂતી ગુમાવશે તે વાત નક્કી છે અને વાત છે નેતાઓની જો આવા ખોટા અને બેઈમાન બિલ્ડર દ્વારા જામનગરને તેમજ જામનગરની પ્રજાને નુકસાન કરતા આવા વ્યક્તિઓને ખુલ્લા કોઈ જાહેરમાં આવીને નહીં પાડે તો જામનગરનું વાતાવરણ અને જામનગરની અનેક પ્રજા હેરાન પરેશાન થતી રહેશે કારણ કે જમન શામજી ફળદુએ પોતાના સમયગાળા દરમિયાન પોતાના દ્વારા ક્યાં ક્યાં કેટલા પ્રમાણમાં કઈ રીતે જમીન કૌભાંડ કરેલા છે તે તપાસમાં ખુલીને બહાર આવશે ત્યારે પ્રજા અને પબ્લિકને અજંપો પામી જાય તેવા કારનામાઓ બહાર આવનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને અનેક મોટા ગજાના અધિકારીઓના નામ પણ ખોલવા ને પાત્ર છે.
જામનગરના બિલ્ડર અને ટૂંકા ગાળામાં 10,000 કરોડથી વધુની બેનામી સંપત્તિ એકત્રિત કરનાર જાહેરમાં એવું કહે છે કે અમોને કંઈ ફરક નથી પડવાનું અમે જે કર્યું છે તે કર્યું જ છે પરંતુ અધિકારીઓ અમારાથી પણ વધારે અમારું કરી નાખ્યું છે અમે લાંચ આપીને તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પાસે કામ કરાવીએ છીએ લાંચ આપ્યા વગર કોઈ કામ કરતું નથી તો અમારું જે થવાનું હશે તે થશે પરંતુ અમારી સાથે અધિકારીઓ પણ રહેવાના છે એટલે અમને કોઈ પણ પ્રકારનો ડર નથી અને અમારી પાછળ ઘણા બધા અમારા નેતાઓ અમોને સપોર્ટ કરશે આવું ખુલ્લેઆમ ઓટલા ઉપર બેસીને પારકી પંચાત થતી હોય છે પરંતુ આ પારકી પંચાત વધુને વધુ આગળ વધવાની છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રજૂઆત ફરિયાદ અમારા દ્વારા અટકવાની નથી તે વાત નક્કી છે.
જામનગરના જમીન માફિયા જમન શામજી ફળદુ દ્વારા એવું પણ જાણવા મળેલ છે કે જામનગર શહેરના સર્વે નંબર 969 પૈકી/1 તેમજ 778/981 વાળી જમીન જમન શામજી ફળદુ એ ખરીદેલ છે તે જમીન પૈકીના એક વ્યક્તિ હાલમાં જામનગર પોલીસ હેડ ક્વાર્ટર માં પોલીસની નજર કેદમાં છે તેમની પાસેથી જમન શાંતિ ફળદુએ જમીન ખરીદેલ છે તેની સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવશે એટલે વધુ વિસ્ફોટક વિગતો બહાર આવશે અને તે જમીન ખરીદનાર જમન શામજી ફળદુ એ વેચનારને પૈસા કઈ રીતે આપેલા છે તે તેની તમામ વિગતો રજીસ્ટર દસ્તાવેજ અને દસ્તાવેજ ની એન્ટ્રી મંજૂર કરનાર જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવનાર છે.
જામનગરના કહેવાતા બિલ્ડર જમન શામજી ફળદુ અને તેઓના જૂના મિત્રો અને હાલમાં તેઓને અંદરખાને ખટાશ જામી ગયેલ છે તે વ્યક્તિ પોતે ધાર્મિક ડોબરિયાના દલાલ છે અને ધાર્મિક ડોબરિયાના લાખો રૂપિયાના તોડના વહીવટો આ દલાલ દ્વારા કરવામાં આવેલ છે તપાસ દરમિયાન આ દલાલ નું નામ ખોલવાને પાત્ર છે અને વધુ કાર્યવાહી ધાર્મિક ડોબરીયા એટલે કે જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરુદ્ધમાં શરૂ થનાર છે ત્યારે તેમના તમામ વ્યવહારો કરતા તોડબાજ દલાલની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવનાર છે આ દલાલ દ્વારા થોડા સમય પહેલા જામનગર થી કાલાવડ રોડ ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલ હતી અને તે ખનીજ ચોરી પ્રકરણમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તોડ કરવામાં આવેલ છે આ આખી વિગત જિલ્લા કલેકટર કચેરીમાં ફરતી થઈ છે કલેકટર ખુદ પણ જાણે છે પરંતુ હાલના કલેક્ટર એક પર પ્રકારની કાર્યવાહી કરવા માંગતા નથી જે ખૂબ ચિંતા નો વિષય છે જામનગરમાં અવારનવાર ભ્રષ્ટાચારની બોરિંગ ખૂલતી રહે છે તેમ છતાં જામનગર કલેકટરના પેટનું પાણી હલતું નથી તે પણ એક મોટો વિષય છે અને આવતા દિવસોમાં જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જો ગંભીરતાપૂર્વક કાર્યવાહીની કરવામાં આવે તો ગુજરાત સરકારને તેમ જ રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે જેના જવાબદાર જામનગર જિલ્લા કલેક્ટર પોતે રહેશે કારણ કે જમીન માફિયાઓને જામનગર જિલ્લા કલેકટર દ્વારા કેમ છાવરવામાં આવી રહ્યા છે તે વાત ખૂબ જ ચોર અને ચૌટે ચર્ચાનો વિષય બની રહી છે.
0 Comments
Post a Comment