બંને પર્વનાં આગલા શુક્રવારે એકમો ચાલુ રહેશે
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા મકરસંક્રાંત પર્વ અને અયોધ્યામાં શ્રી રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં પર્વને ધ્યાને લઇ આ બંને શુભ દિને ઔદ્યોગિક એકમોમાં રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તા. ૧૪/૧ ને રવિવારે મકરસંક્રાંતનાં દિને રજા રહેવાની હોય એ પહેલાનાં શુક્રવાર તા. ૧૨/૧ નાં ઔદ્યોગિક એકમો(કારખાના) ચાલુ રાખવામાં આવશે. તા. ૨૨/૧ ને સોમવારે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં પાવન અને ઐતિહાસિક દિને પણ રજા રહેવાની હોય એ પહેલાનાં શુક્રવારે તા. ૧૯/૧ નાં ઔદ્યોગિક એકમો ચાલુ રાખવામાં આવશે. તમામ ઉદ્યોગકારો તથા કામદારોને રજાનાં દિવસોમાં ફેરફારની નોંધ લેવા તથા નિર્ણયને અનુસરવા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનનાં હોદ્દેદારો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment