પ્રેમીના પુત્ર એ ઉશ્કેરાઈ જઇ મહિલાના હાથ પગ ભાંગ્યા: માથામાં ૧૨ ટાંકા લેવા પડ્યા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઘેલડા ગામમાં રહેતી એક પરણીતાને પરાયા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. પ્રેમીનો પુત્ર બંનેને મોડી રાત્રે મળતાં જોઈ જતાં તેણે મહિલા પર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગ્યા છે, જયારે માથામાં ધોકો ફટકાર્યો હોવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી ૩૮ વર્ષની સગર જ્ઞાતિની એક પરણિતાએ પોતાના માથા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ હાથ પગમાં પણ લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડવા અંગે ઘેલડા ગામમાં રહેતા અશ્વિન અરજણભાઈ શિર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે હુમલામાં મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પરણિત મહિલા કે જેને ઘેલડા ગામના જ અરજણભાઈ શીર નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો, અને ગઈ રાત્રે પોતાના પ્રેમીને મળવા ગઈ હતી, દરમિયાન પ્રેમીનો પુત્ર અશ્વિન આવી જતાં તે ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણા વાયા અનુસાર ફરિયાદી મહિલા પોતાના પ્રેમી અરજણભાઈ સાથે રાત્રીના સમયે વાતચીત કરતી હતી, અને આરોપી અશ્વિન તેમજ તેનો ભાઈ ભરત અને તેના કાકા રમેશભાઈ વગેરે ભેગા મળીને એક યુવતી ને ભગાડી છે. જે અંગેની વાતચીત કરી સમજાવતા હતા. જેની જાણકારી મળવાથી આ હુમલો કરાયાનું જણાવાયું છે. સમગ્ર મામલે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે. વાઘેલા વધુ તપાસ ચલાવે છે.
0 Comments
Post a Comment