જામનગર મોર્નિંગ - જામનગર 

ગ્રાહક કેન્દ્રિત સંરચના તથા લચીલા નેતૃત્વ ની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને ઉચ્ચ કાર્યક્ષમતા વાળા પદાધિકારીને પ્રમોટ કરવામાં આવ્યું છે. 1st જાન્યુઆરી 2024 થી અમલી બનેલા આ નિર્ણય નો હેતુ ભવિષ્યમાં આવનારા પડકારો ને સક્ષમતા થી ઝીલવાનો છે. આ નિર્ણય ટોયોટા ના વૈશ્વિક વ્યાપાર માં ભારત ના વધતા મહત્ત્વ નો પ્રમાણ છે.

ટોયોટા મોટર કોર્પોરેશન દ્વારા “ભારત, મધ્ય પૂર્વ, પૂર્વ એશિયા અને ઓસનિયા” પ્રદેશની રચના અંગેની તાજેતરની જાહેરાતને પગલે ટીકેએમ ના એમડી અને સીઈઓ માં, શ્રી મસાકાઝુ યોશિમુરાને પ્રાદેશિક સીઈઓ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા,આ સંગઠનાત્મક ફેરફારો વ્યૂહાત્મક રીતે કાર્યક્ષમતા વધારવા અને ભારતની મુખ્ય ભૂમિકા ને આગળ વધારવા માટે સંરેખિત છે.

• શ્રી તાદાશી અસાઝુમા, જે હાલમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે, તેમને ટોયોટા કિર્લોસ્કર મોટર અને લેક્સસ ના સેલ્સ-સર્વિસ-યુઝ્ડ કાર ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રોલ માં તેઓ લેક્સસ ના વેચાણ, સેવા અને યુઝડ કારના કાર્યોની દેખરેખ માટે જવાબદાર રહેશે. વર્ષ 2001 શ્રી તાદાશી અસાઝુમા માં ટોયોટા મોટર કોર્પોરેશનમાં જોડાયા હતા અને વર્ષ 2019 માં ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે જોડાયા હતાં. સાથે જ તેઓ જાપાન અને મધ્ય પૂર્વ જેવા પ્રદેશમાં ટોયોટા માટે કામ કરવાનો વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે.

• શ્રી સ્વપ્નેશ આર મારુ, હાલમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે, તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર - કોર્પોરેટ પ્લાનિંગ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન અને મેન્યુફેક્ચરિંગ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.તેમની નવી ભૂમિકામાં, તેઓ ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન ફંક્શન અને કોર્પોરેટ પ્લાનિંગની દેખરેખ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ફંક્શનનું નેતૃત્વ કરશે અને આ ક્ષેત્રની વૃદ્ધિ ની સંભાવના અને વૈશ્વિક બજારમાં ટોયોટા કિર્લોસ્કર મોટર  ના વધતા મહત્વને સંરેખિત કરવા અને મૂડીબદ્ધ કરવા માટે માં પ્રયાસો હાથ ધરશે. 25 વર્ષથી વધુની કારકિર્દી માં, શ્રી મારુએ અગાઉ ભારતમાં તેમજ વૈશ્વિક/પ્રાદેશિક કચેરીઓ બંનેમાં વેચાણ, એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્સેશન, કાનૂની, માહિતી ટેકનોલોજી, માનવ સંસાધન અને કોર્પોરેટ પ્લાનિંગ જેવા કાર્યો સંભાળ્યા છે.

આ જાહેરાત પર ટિપ્પણી કરતા, શ્રી મસાકાઝુ યોશિમુરા, ટોયોટા કિર્લોસ્કર મોટરના એમડી અને સીઈઓ  અને ટોયોટા મોટર કોર્પોરેશન (ટીએમસી) ના પ્રાદેશિક સીઈઓ, જણાવ્યુ હતું કે,"અમે ટોયોટા કિર્લોસ્કર મોટરમાં અમારા વરિષ્ઠ મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં નવા ફેરફારોની જાહેરાત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ જે કંપનીની વૃદ્ધિ યોજનાઓનું સંચાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફેરફારો એવા નિર્ણાયક સમયે આવે છે જ્યારે ભારત ટોયોટાની વૈશ્વિક વ્યૂહરચનામાં વધુને વધુ મહત્ત્વપૂર્ણ બજાર બની રહ્યું છે અને કંપની ની ક્ષમતાઓને વધારીને કંપની માટે ટકાઉ વૃદ્ધિને ટેકો આપવા અને કંપની ના ધ્યેય હાંસલ કરવા માટે રચાયેલ છે."