જામનગર મોર્નિંગ – જામનગર તા.૧૦ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કમાન જ્યારથી સી.આર.પાટીલ એ સંભાળી ત્યારથી બે કામ તેમણે બહુ ચીવટ પૂર્વક કર્યા છે એક ભાજપા સંગઠન મજબુત અને બીજું સામે વાળી પાર્ટીને તોડવા અને નબળા પાડવાનું. અગાઉ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ગુજરાતની ૨૬ બેઠક માંથી તમામ ૨૬ એ ૨૬ બેઠક પર બંને વખત ભાજપા એ જીત હાંસિલ કરી છે અને હાલ ૨૦૨૪ની ચુંટણીને પણ ગણ્યા દિવસો બાકી છે ત્યારે ગુજરાતની ૨૬ બેઠક મોટી લીડ થી જીતવા માટે સી.આર.પાટીલ ઝુંબેશ ચલાવી રહ્યા છે. ભાજપનું સંગઠન બુથ સુધી જ નહિ પણ પેજ સમિતિ મારફત ઘર ઘર સુધી પહોચી ગયું છે સરલ અને નમો એપ જેવા કોમ્યુનીકેશનના માધ્યમ થી પાર્ટી કાર્યકરો સાથે સતત સંપર્કમાં રહે છે.

લોકસભા ચુંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે ત્યારે આમ તો ગુજરાતની ૨૬ માંથી ૧-૨ બેઠક માં થોડું તાણ ખેચ જેવું દેખાઈ છે બાકી બધી બેઠકો ભાજપ સહેલાઇથી જીતી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે જામનગ લોકસભા બેઠકમાં તો એવી પરિસ્થિતિ છે કે ભાજપ જે કોઈ ને ઉમેદવાર બનાવે તે બિન હરીફ જીતી જાય એવું જ છે સામે પક્ષે કોંગ્રેસ અથવા આપ પાસે એવો કોઈ મજબુત ઉમેદવાર જ નથી કે ભાજપના ઉમેદવાર સામે ટક્કર લઇ શકે જે સામાન્ય રાજકીય સુજ ધરાવતા લોકો પણ જોઈ રહ્યા છે. જામનગર બેઠક પરથી ભાજપના જે ઉમેદવાર આવે તે સહેલાઇ થી અથવા સમજો ને બિન હરીફ ચુંટાઈ જાય તેવા સ્પષ્ટ સમીકરણો વર્તાઈ રહ્યા છે.