વાડીમાં સંતાડેલો ૪,૩૮લાખની કિંમતનો માતબર ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે: વાડી માલિકની અટકાયત: અન્ય એક ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં એક ખેડૂતની વાડી પર પોલીસે દારુ અંગે દરોડો પાડયો હતો, અને વાડીમાં સંતાડવામાં આવેલો ૪,૩૮,૦૦૦ની કિંમતનો ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને વાડી માલિકની અટકાયત કરી લીધી છે. ક્યારે દારૂના સપ્લાયરને ફરારી જાહેર કરાયો છે.

કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ વી.એ. પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા ખેડૂત મનોજભાઈ દેવશીભાઈ પટેલની વાડીમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત વાડી માંથી ૯૬૦ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો તેમજ ૪૯૨ નંગ મોટી ઈંગ્લીશ દારૂની બાટલી સહિત કુલ ૪,૩૮,૫૦૦ની કિંમતનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જે દારૂનો જથ્થો પોલીસે કબ્જે કરી લીધો છે, અને વાડી માલિક મનોજ દેવશીભાઈ પટેલની અટકાયત કરી લીધી છે. જયારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કાલાવડ તાલુકાના મુળીલા ગામના મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાને ફરારી જાહેર કરાયો છે. જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.