જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના શેખપાટ ગામ ઉપ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા હતા .જે કેસમાં બંનેની જામીન અરજી અદાલતેના મંજૂર કરી છે.
શેખપાટ ગામના મયુરસિહ ભાવીનસિહ સોઢા એ પોતાના કુળદેવી માતાના મંદિર પાસેની જગ્યાનુ લેવલીંગ કરવા પોતાના જેસીબી ડમ્પર વાહનથી કામ કરતા હોય તે દરમ્યાન શેખપાટ ગામના ઉપસરપંચ રામજીભાઈ ભીમશીભાઈ કણઝારીયા તથા ગ્રામ પંચાયતના સભ્ય મનસુખભાઈ નાથાભાઈ ચાવડા એ ફરીયાદીને ગામની જમીન માથી માટી કાઢીને બહાર વેચો છો. તો અમને વહીવટના પૈસા આપવા પડશે તેમ કહી રૂા. ૧,૧૦,૦૦૦ની માંગણી કરી હતી. અંતે રૂા. ૬૦,૦૦૦ આપવાનુ કહેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માગતા ન હોય જે બાબતની ફરીયાદ કરવામાં આવતા છટકું ગોઠવાયું હતું જેના આધારે તા. ૯/૧૨/૨૦૨૩ ના રોજ જામનગર જીિલ્લા પંચાયત સર્કલ ક્રિકેટ બંગલાના ખુણાની દિવાલ પાસે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન પંચની હાજરીમાં લાંચના બન્ને આરોપીઓ દ્વારા રૂપિયા ત્રીસ-ત્રીસ હજાર અલગ અલગ સ્વીકારી પોતાના પદઅધિકારી તરીકેના હોદાનો દુરઉપયો કરી પકડાઈ જતા, લાંચની માગણી તથા લાંચ સ્વીકારવા અંગેનો ગુનો દાખલ થયેલ. આ બન્ને આરોપીઓ એ અગાઉ જામનગર ની સેશન્સ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીઓ દાખલ કરી હતી. જે ના મંજુર તથા પરત ખેચતા આરોપીઓ ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા . આ ગુનામાં ચાર્જસીટ થઈ જતા ફરી વખત બન્ને આરોપીઓએ એડી.સેશન્સ કોર્ટ મા જામીન રજૂ કરી હતી. જેની સુનાવણી દરમ્યાન તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતે બન્ને આરોપીઓની જામીન અરજી ના મંજુર કરેલ છે. આ કેસમાં સરકાર તરફે વકીલ પિયુષ પરમાર રોકાયા હતા.
0 Comments
Post a Comment