પોલીસ દ્વારા ભાજપના આઠ કાર્યકર્તાઓની અટકાયત

જામનગર મોર્નિંગ - જામનગર 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યુંછે. આ અંતર્ગત ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કાર્યક્રમ ગઈકાલે લાલ બંગલા સર્કલમાં યોજવામાં આવ્યો હતો. જે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૮ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.

ભારતીય જનતા પાર્ટી જામનગરના બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી વિશે એલફેલ ભાષણ રાહુલ ગાંધીએ કર્યું હતું.આથી તેના વિરોધમાં જામનગરમાં ગઈકાલે રાહુલ ગાંધીના પૂતળાં દહનનો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો.

ભાજપના કાર્યકર્તાઓ પૂતળું લઈ ને આવતાની સાથેજ પોલીસે તેને કબ્જે કરવા દોડધામ કરી હતી. આ સમયે પોલીસે ભાજપના આઠ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપના કોર્પોરેટરો કાર્યકર્તા ભાઈ-બહેનો અને બક્ષી પંચ મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા.