પોતાની ઓફિસે ગયા પછી લાપતા બન્યા હોવાથી પત્ની દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક કાવ્યા રસેડેન્સી માં રહેતા અને લીમડાલેન નજીક માધવ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કન્સ્ટ્રક્શન ની ઓફીસ ધરાવતા કન્સ્ટ્રક્શનના એક ધંધાર્થી પોતાના ઘેરથી ઓફિસે ગયા પછી એકએક લાપત્તા બની જતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે. જ્યારે પત્ની દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે, જેને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક કાવ્યા રેસીડેન્સી-૫૦૧ માં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા નિલેશભાઈ ભીખુભાઈ અશ્વાર નામના ૪૨ વર્ષના રાજગોર બ્રાહ્મણ કન્સ્ટ્રક્શનના ધંધાર્થી ગત ૨૦મી જાન્યુઆરીના સાંજના છ વાગ્યાના અરસામાં પોતાની માધવ પ્લાઝામાં આવેલી ૪૩૪ નંબર ની ઓફિસેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા પછી  લાપત્તા બન્યા છે.

પરિવારજનો દ્વારા તેની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો સાંપડ્યો ન હતો, જેથી ગમથનાર ની પત્ની તૃપ્તિબેન નીલેશભાઈ અસવાર દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે, અને પોલીસ દ્વારા ગુમથનારની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.