જામનગર મોર્નિંગ - ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાણવડ તાલુકા મંડળની નવી ટિમની રચના કરવામાં આવી છે. મુખ્ય ટીમમાં સિનયરોની સાથે જ બે યુવા ચહેરાઓને મહામંત્રી અને ઉપ્રમુખની જવાબદાર સોંપવામાં આવી છે.


જેમાં ભાણવડ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે અલ્પેશ પાથરની નિમણુંક અને ઉપપ્રમુખ તરીકે કિશોર મકવાણાની નિમણુંક કરવામાં આવી છે. આ બન્ને ચહેરાઓ ગત ટર્મમાં યુવા મોરચા ટીમમાં સામેલ હતા હાલમાં તેઓના કાર્યની પાર્ટીએ નોંધ લઈને પ્રમોશન સાથે મુખ્ય ટીમમાં સમાવેશ કર્યો છે ત્યારે આ નવી નિમણુંકને પાર્ટીના સૌ કાર્યકરોએ વધાવી અને અભિનંદન પાઠવ્યા હતા.