જામનગર મોર્નિંગ - ભાણવડ તા.08 : ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે ગઈકાલે કોંગ્રેસની બેઠક મળી હતી જેમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરાઈ હતી તેમજ ભાણવડ તાલુકા અને શહેરના હોદેદારની નિમણુંક કરાઈ હતી.


જેમાં ભાણવડ તાલુકા પ્રમુખ તરીકે મોટા કાલાવડ ગામના મુકેશભાઈ વાવણોટીયા, શહેર પ્રમુખ તરીકે હિતેષભાઇ જોશી તેમજ તાલુકા ઉપપ્રમુખ તરીકે ઘુમલી ગામના કારાભાઇ ચાવડા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદેદારોને હાજર સૌ લોકોએ વધાવીને હારતોરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા.