જામનગર મોર્નિંગ - જામનગર તા.08 : પોરબંદર ના બળેજ ખાતે સોરઠીયા રબારી સમાજ નુ મહાસંમેલન યોજાયું હતું જેમાં સોરઠીયા રબારી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. સોરઠીયા રબારી સમાજ ના ભુવાઆતાશ્રી જેઠાઆતા નાથાઆતા ઉલવા (બળેજ મઢ) દ્વારા આ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતુ અને સંમેલન માં સૌરાષ્ટ્ર ના પોરબંદર, જામનગર, ભાણવડ, જામ જોધપુર, જુનાગઢ, ગીર-સોમનાથ, દ્વારકા, રાજકોટ, વેરાવળ થી મોટી સંખ્યામાં રબારી સમાજ હાજર રહ્યો હતો તથા સોરઠીયા રબારી સમાજ ના‌ તમામ ભુવાઆતાશ્રી ઓની‌ હાજરી માં ભુવાઆતાશ્રી જેઠાઆતા નાથાઆતા ઉલવા (બળેજ મઢ) દ્વારા આ ચુંટણી માં પોરબંદર લોકસભામાં મનસુખભાઈ માંડવીયા, પોરબંદર વિધાનસભા માં અર્જુનભાઈ મોઢવાડિયા તથા જુનાગઢ લોકસભા માં રાજેશભાઈ ચુડાસમા જામનગર લોકસભામાં પુનમબેન માડમ તથા માણાવદર વિધાનસભામાં અરવિંદભાઈ લાડાણી સહીત ભાજપના તમામ ઉમેદવાર ને જાહેર સમર્થન આપી‌ રબારી સમાજ ને આ ભાજપ ના‌ ઉમેવારશ્રી‌ ઓને ને ખોબલે ખોબલે મત આપવા ની‌ વિજય બનાવવાની હાકલ કરેલ હતી તથા આ સંમેલન માં સૌરાષ્ટ્ર ના તમામ સોરઠીયા રબારી સમાજે ભાજપ ને અને મોદી સાહેબ ને જોરદાર જાહેર સમર્થન આપેલ છે.