ઉધાર માલ સામાન લઈ ગયેલા પાડોશી શખ્સ પાસેથી પૈસાની માંગણી કરાતાં ઉશ્કેરાઈ જઈ છરી ના ઘા ઝીંકી દીધા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનાગરમાં નવાગામ ઘેડ નજીક ગોપાલચોક-રાઠોડ ફળી વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા એક ક્ષત્રિય યુવાન પર ઉધાર માલના પૈસાની ઉઘરાણીના મામલે પાડોશી શખ્સે ઉશકેરાઈજઈ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાઈ છે. જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધી ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને લઈને નવાગામ ઘેડ વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ બની ગયું હતું. જામનગર પંથકમાં સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે શહેરના નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, માં રહેતા અને શ્રીજી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ચલાવતા સહદેવસિંહ કેશુભા રાઠોડ નામના યુવાન, કે જેઓ પ્રોવિઝન સ્ટોર થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 

આ દરમિયાન નવાગામ ધેડમાં ગોપાલ ચોક નજીક રાઠોડ ફળીમાંજ રહેતો આરોપી જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામનો શખ્સ દુકાનેથી ઉધાર માલ લઈ ગયો હતો. બાદમાં આરોપી જયદીપસીહ ઉર્ફે મંગો કેશુભા વાળાએ રૂપિયા ન આપતાં વેપારી સહદેવસિંહ કેશુભા રાઠોડે તેના બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરી હતી. 

આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી જયદીપસીહ વાળા એ ઉશ્કેરાઈ જઈ સહદેવસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં  એક જીવલેણ ઘા છાતીની ડાબી તરફ પડખામાં ઝીંકી દીધો હતો.

આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા હુમલામાં ઘવાયેલા ક્ષત્રિય યુવાનને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે  જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,. 

જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજા થઈ હોવાથી સહદેવસીહનુ મૃત્યુ નીપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને સમગ્ર પરીવારજનોમાં શોક મગ્ન વાતાવરણ બની ગયું હતું.

આ ઘટનાની જાણ થતાં સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતોઝ અને નવાગામ ઘેડ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ બનાવ અંગે મૃતકના સબંધી કિશોરસિંહ નવલસિંહ રાઠોડે હૂમલાખોર જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા અંગેની કલમ ૩૦૨ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ પ્રકરણની સીટી બી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એન.એ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે, અને આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.