જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકતવેરાની વસૂલાત કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ દિ. પ્લોટ વિસ્તારમાં એક માધ્યમિક શાળાનો ટેકસ બાકી હોય, જેની ભરપાઈ નહીં કરાતા તંત્ર દ્વારા આજે શાળાને સીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકતવેરાની વસૂલાત કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તાજેતરમાં શહેરમાં ૬૦ ટકા જેટલા લોકોને નોટીસ પણ બજવવામાં આવી છે. ત્યારે ટેકસની વસૂલાત કરવા જામ્યુકોના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત શહેરના દિ. પ્લોટ શેરી નંબર ૪૯ના ખૂણે આવેલ પંચશીલ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો છેલ્લા ઘણા સમયથી મિલકત વેરો બાકી હોય જેને નોટીસ આપવા છતાં મિલકત વેરો ભરવામાં નહીં આવતા આજરોજ જામનગર મહાનગરપાલિકાના ટેકસ શાખાના અધિકારી જીજ્ઞેશ નર્મલિ અને તેમની ટીમ દ્વારા મિલકત વેરો વસૂલાતના ભાગરૂપે શાળાને સીલ કરી દેવામાં આવી છે.